For scroller




Welcome to CPC Gujarat Blog


Tuesday, 20 September 2016

Internet / Mobile / SMS Banking ચાલુ કરવા માટે ની પધ્ધતિ


૧      કોઈપણ CBS પોસ્ટ ઓફિસ માં બચત ખાતું ધરાવતા ગ્રાહક Internet / Mobile / SMS બૅન્કિંગ માટે અરજી કરી શકે છે. (ગ્રાહક નું ખાતું CBS પોસ્ટ ઓફિસ માં હોવું જોઈએ. બ્રાન્ચ ઓફિસ (B.O.) ના ખાતા માં આ સુવિધા મળી શકશે નહીં)
૨.      ખાતા ધારકે Internet / Mobile / SMS બૅન્કિંગ ચાલુ કરવા માટે નું  ફોર્મ ભરી ને પોસ્ટ ઓફિસ માં આપવાનું રહેશે. જો ગ્રાહક નું બચત ખાતું ઓફિસ CBS માં Migration થયા બાદ ખુલેલ હોય અને નિયમાનુસાર KYC Documents લીધેલા હોય તો નવા KYC Documents લેવા ની જરૂર નથી. જો ખાતું CBS Migration પહેલા ખુલેલું હોય તો નવું એડ્રૈસ ના પુરાવા , ઓળખાણ ના પુરાવા અને ફોટોગ્રાફ લેવા અને અકાઉંટ ઓપન ફોર્મ માં Annexure – II માં લગાવવા અને સાથે   Internet / Mobile / SMS Banking માટે નું ફોર્મ પણ લેવું.
૩.       Internet / Mobile / SMS Banking માટે નું ફોર્મ જે CBS પોસ્ટ ઓફિસ માં ખાતું હોય ત્યાં જ આપી શકશે. જો ગ્રાહક ને બીજી પોસ્ટ ઓફિસ માં Internet / Mobile / SMS Banking નું ફોર્મ આપવું હોય તો પહેલા તે ખાતું જે તે પોસ્ટ ઓફિસ માં ટ્રાન્સફર કર્યા બાદ જ થઈ શકે. અને આ રીતે ટ્રાન્સફર કરેલા ખાતા માટે Internet / Mobile / SMS Banking ચાલુ કરતાં પહેલા HACLI / HACCDET માં તે ખાતા નો SOL ID જરૂર ચેક કરી લેવો.
૪.      ફોર્મ લીધા બાદ કાઉન્ટર ક્લર્ક સૌ પ્રથમ IES મેનુ માં ગ્રાહક ની સહી ની ખરાઈ કરશે. જો ખાતું “Joint – B “ હોય તો બધા જ ખાતા ધારક ની સહી ફોર્મ માં હોવી જોઈએ. અને “Joint – A “ ખાતા માટે આ સુવિધા મળી શકશે નહીં.
૫      ગ્રાહક ની સહી અને જરૂરી દસ્તાવેજો ની ખરાઈ કર્યા બાદ કાઉન્ટર ક્લર્ક ફોર્મ ની બધી જ વિગત બરાબર ભરેલ છે તેની ચકાસણી કરવી. અને CMRC મેનુ માં Modify function માં જઈ ને ગ્રાહકે ફોર્મ માં જે સુવિધા માંગી હોય તે ઓપ્શન ને ENABLE કરવા (દા.ત.  Internet / Mobile / SMS Banking). અને CIF માં ગ્રાહક નું e- mail id અને મોબાઇલ નંબર અચૂક નાખવો.
૬.      સુપરવાઈજર CMRC મેનુ માં જે તે CIF ને Verify કરશે . અને ત્યારબાદ નીચે જણાવેલ કોલમ વાળા રજિસ્ટર માં તેની નોંધ કરશે. દરેક CBS પોસ્ટ ઓફિસ એ આ રજિસ્ટર બનાવવું અને તેમાં નોંધ કરવી.
Date of apply- Date of delivery of PIN--Savings Account No.- Customer name-Mobile Number-E Mail ID- Signature of depositor- Initials of Supervisor
ખાતા ધારક ને અરજી આપ્યા ના ૧૦ દિવસ બાદ પોસ્ટ ઓફિસ માથી તેનો Internet Banking નો પાસવર્ડ મેળવી લેવા જણાવવું. જો ગ્રાહકે માત્ર Mobile Banking માટે અરજી કરી હોય તો ૨૪ કલાક બાદ પોતાના રજિસ્ટર મોબાઇલ નંબર થી Mobile Application દ્વારા M PIN જનરટે કરવા જણાવવું. ગ્રાહક નો CIF ID તેના Internet અને Mobile banking માટે નો લૉગ ઇન ID રહેશે. SMS Banking માટે ૪૮ કલાક માં ગ્રાહક ના મોબાઇલ પર ૪ અંકો નો PIN SMS દ્વારા આવશે.
૭.      CPC બેંગ્લોર Internet Banking ના PIN જનરટે કરી ને જે તે પોસ્ટ ઓફિસ ને Insured Post દ્વારા મોકલશે. જ્યારે ગ્રાહક PIN લેવા માટે પોસ્ટ ઓફિસ માં આવે ત્યારે સૂપરવાઇજર રજિસ્ટર માં આપ્યા તારીખ લખી , ગ્રાહક ની સહી લઈ ને તેને આપશે. સૂપરવાઇજરે રજિસ્ટર માં દરેક એન્ટ્રી ની સામે સહી કરવાની રહેશે. ગ્રાહક ને જાણ કરવા ની રહેશે કે CIF ID તેનો લૉગ ઇન આઇડી રહેશે અને Log in અને Transaction પાસવર્ડ પ્રથમ Log In પછી બદલવા નો રહેશે.
૮.      Internet/Mobile/SMS banking માટે ની કોઈ પણ ફરિયાદ માટે ગ્રાહક ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૪૨૫-૨૪૪૦ પર ફોન કરી શકે અથવા postatm@indiapost.gov.in પર e-mail કરી શકે છે.જો કોઈ ગ્રાહક પોસ્ટ ઓફિસ માં આ માટે ની કોઈ ફરિયાદ આપે તો તે ફરિયાદ ને ઉપર મુજબ ના e-mail ID પર મોકલાવવા ની રહેશે.